ભચાઉ ખાતે આવેલ શિકારપુરની સીમમાં 2.42 લાખના ગેટકોના વીજરેષાની તસ્કરી આચરાઈ
copy image
ભચાઉ ખાતે આવેલ શિકારપુર ગામની સીમમાં આવેલી ગેટકોના થાંભલામાંથી રૂા. 2,42,562ના વીજરેષા કાપી તસ્કરોએ ચોરી કરી હતી. ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓ ગત તા. 13-7ના સુરજબારી નજીક ભીમાસર મોરબી લાઇનનું સમારકામ કરી રહ્યા હતા, તેવામાં શિકારપુરના ખેડૂત જીવાભાઇ ઢાઢીનો ફોન આવેલ હતો અને તેમના ખેતરમાં ગેટકોની લાઇન તૂટેલી હાલતમા છે તેમજ તેમને ખેતર વાવવાનું છે તેવી વાત કરતા આ કર્મચારીઓ ત્યાં પહોચેલ હતા. વધુ તપાસ કરતા ટાવર નંબર 155થી 158 વચ્ચે લાગેલા ઝીબ્રા પ્રકારના 1050 વીજરેષા કિંમત રૂા.2,42,562ના ગૂમ થયેલ હતા. તથા અમુક વાયર નીચે તૂટેલી હાલતમાં પડયા હતા ગેટકોના મનિશકુમાર અંબાલાલ રઇયાએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.