ટપ્પર સીમ વિસ્તારમાં આવેલ જીઇબી પાવર હાઉસની પાછળ 30 શરાબની બોટલ સાથે સખ્શ ઝડપાયો
copy image
પૂર્વ બાતમીના આધારે ટપ્પર સીમ વિસ્તારમાં આવેલ જીઇબી પાવર હાઉસની પાછળ આવેલી બાવળની ઝાડીમાં દારૂ વેચાતા સખ્શને પોલીસે દરોડા દરમીયાન ઝડપી પાડ્યો હતો. આરોપીના કબ્જામાં રહેલ કોથળામાંથી રોયલ ચેલેન્જ અને મેકડોવેલ્સ નંબર-1ની 30 બોટલ કિંમત રૂા. 10,500નો શરાબ કબ્જે કરવામા આવ્યો હતો. વધુ તપાસ દરમીયાન તેને આ દારૂની બોટલો ગાંધીધામનો સાગર ગોસ્વામી નામનો શખ્સ આપી ગયો હોવાનું સામે આવ્યું હતું પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.