માદક પદાર્થ ગાંજાના ૪૪.૬૬૨ કિલોગ્રામના કોમર્શિયલ જથ્થા સાથે એક ઇસમને નારાણપર(રાવરી) ગામેથી ઝડપી પાડતી એસ.ઓ.જી. તથા માનકુવા પોલીસ

હાલમાં ગુજરાત રાજયમાં અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓ દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી ડો. કરનરાજ વાઘેલા સાહેબ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ એન.ડી.પી.એસ. ની પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એન.ડી.પી.એસ.ની બદી નાબુદ કરવા માટે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ કાર્યરત હતી, દરમ્યાન ગઇકાલ તા.૧૯/૦૭/૨૦૨૩ના રોજ માનકુવા પો.સ્ટે.ના પો.હે.કો. જયપાલસિંહ જયદેવસિંહ જાડેજાનાઓને મળેલ ખાનગી બાતમી અન્વયે જરૂરી એસ.ઓ.જી. ભુજ તથા માનકુવા પોલીસે જરૂરી વર્કઆઉટ કરી ભુજ તાલુકાના નારાણપર (રાવરી) ગામેથી અલીમામદ ઉર્ફે અનુ પીરમામદ ખલીફા(લોઢીયા) ઉવ.૩૬, રહે. નારાણપર(રાવરી) તા.ભુજવાળાને ઝડપી પાડી તેના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ ગાંજો જેનું વજન ૪૪.૬૬૨ કિલોગ્રામ કિ.રૂ. ૪,૪૬,૬૨૦/- નો મુદામાલ ઝડપી પાડી ઉપરોક્ત ઇસમ વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ મદામાલની વિગત-

(૧) માદક પદાર્થ ગાંજો વજન ૪૪.૬૬૨ કિલોગ્રામ કિ.રૂ. ૪,૪૬,૬૨૦/- /-

(૨) મોબાઇલ નંગ ૩, કિ.રૂ. ૧૬,૦૦૦/- (૩) રોકડા રૂ. ૧૭,૨૭૦/-

(૪) ખાલી કોથળા નંગ ૦૩, કિ.રૂ. ૦૦/- (૫) સેલોટેપ નંગ ૦૬ કિ.રૂ. ૦૦/-

કુલ કિં.રૂ. ૪,૭૯,૮૯૦/-

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-

એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ભોલા સાહેબ, માનકુવા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી એચ.એચ.બ્રહ્મભટ્ટ, એ.એસ.આઇ. પંકજભાઇ કુશ્વાહા, પો.હે.કો. જયપાલસિંહ જાડેજા, ચતરાભાઇ ચૌધરીનાઓએ કરેલ છે