ભુજ મધ્યેથી કુલ રૂા. 1,69,350ના મુદ્દામાલ સહિત 11 ખેલીઓને ઝડપી પાડતી ભુજ એ ડિવિઝન પોલીસ

copy image

ભુજ ખાતે આવેલ કોડકી રોડ પરના ભીમરાવનગરમાં એક મકાનમાં બહારથી પુરુષ-મહિલાઓ બોલાવી જુગાર રમતા હોવાની બાતમીનાં આધારે ગતદિવસે પોલીસે દરોડો પાડી 10 પુરુષ તેમજ એક મહિલા સહિત 11 ખેલીને ઝડપી પાડ્યા હતા.
ગતદિવસે સાંજના અરસામાં એ-ડિવિઝન પોલીસે બાતમીનાં પગલે ભીમરાવનગરમા રહેતા નારણ ખેતાનાં મકાનમાં ધાણીપાસા વડે જુગાર રમતા સલીમ જુસબ ગોયેલ, ઇસબ હુસેન જત, તોસીફ ફિરોજ ખલીફા, નૂરમામદ સુલેમાન સમા, ઇમરાન ઉર્ફે ભલુભા મામદ આરબ, નિઝામુદ્દીન ઉર્ફે નિઝામ કાસમ જુણેજા, કરશનભાઇ વીરાભાઇ વણકર, ચંપકભાઇ ઉર્ફે ખીમજી નથુ ડગરા, સુલેમાન જુમા બકાલી, મોહમ્મદરફીક અબ્બાસ સમા અને બબીબેન હરેશભાઇ કાનજીભાઇ મકવાણાને ઝડપી લીધા હતા. આ દરોડા દરમ્યાન સંચાલક નારણ ભાઈ હાજર મળેલ ન હતો. રોકડા રૂા. 16,850, 10 મોબાઇલ કિં.રૂા. 27,500 અને ચાર ટુ વ્હીલર કિં.રૂા. 1,25,000 એમ કુલે રૂા. 1,69,350નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.