ભુજ તાલુકાની લેવા પટેલ હોસ્પિટલની સામે આવેલ ઝૂપડપટ્ટીમાથી 47 વર્ષીય આધેડનો મૃતદેહ મળ્યો
copy image
ભુજ તાલુકાના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના 47 વર્ષીય રાજુ ધનજી નરવળ મૃત અવસ્થામાં મળી આવેલ હતા. ગત દિવસે બપોર પહેલાં ભુજની લેવા પટેલ હોસ્પિટલની સામે આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના 47 વર્ષીય રાજુ ધનજી નરવળ નામના વ્યક્તિ બેભાન અવસ્થામાં મળી આવતાં તેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.