આબડાસા તાલુકાનાં જખૌમા એક યુવાને ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું
અબડાસા ખાતે આવેલ જખૌમાં રહેતા 25 વર્ષીય યુવાન હરિ રામજી કોલીએ ગત તા. 17/7ના સાંજના અરસામાં કોઇ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઉ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળેલ માહિતી અનુસાર યુવાનના લગ્ન થયેલ ન હતા તે છેલ્લા એક માસથી એકલો જ રહેતો હતો તેમજ લગ્ન ન થયા હોવાના કારણે તે માનસીક તણાવમાં હતો જેના પરીણામે તેને પોતાનાં જ ઘરના રૂમમાં ગળેફાંસો ખાઇ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. યુવાનને સારવાર અર્થે નલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામા આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનેલ ઘટના બાબતે નલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.