ભુજના માધાપર ખાતે આવેલ એસબીઆઇ બેંક સાથે ખેડૂતોની 1.73 કરોડની ઠગાઇ સામે આવતા ફરિયાદ નોંધાઈ

copy image

ભુજ ખાતે આવેલ માધાપરના નવાવાસની એસબીઆઇ શાખામાંથી વર્ષ 2018-19 દરમ્યાન પાક તેમજ પશુપાલન ધિરાણ મેળવી આ ધિરાણ અન્ય હેતુ માટે વાપરી નાણાં પરત ન કરી કુલ રૂા. 1,73,17,825ની ઠગાઇ થતાં બેંકના ફિલ્ડ ઓફિસર સહિત 19 સખ્શો  સામે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

 આ બાબતે એસ.બી.આઇ. બેંકના શાખા મેનેજર દ્વારા નોંધાવેલી ફરિયાદ અનુસાર વર્ષ 2018-19 દરમ્યાન આરોપી બેંકના ફિલ્ડ ઓફિસર જનક યાદવના કાર્યકાળ દરમ્યાન ખોટી લોન મેળવવામાં હતી. આ કુલ રૂા. 1,73,17,825ની છેતરપિંડીમાં 18 આરોપીએ અલગ-અલગ રકમ તેમજ હેતુનું ધિરાણ લીધેલ હતું.  પોલીસે તમામ આરોપીઓ સામે ઠગાઇ તેમજ છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.