અંજારમાં કિશોરીની છેડતી કરનાર તેમજ જાનથી મારી નાખવા અને બદનામ કરવા જેવી ધમકી આપનાર શખ્સ સામે ફરિયાદ નોધાઈ

copy image

 અંજારમાં એક કિશોરીની છેડતી કરતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. અંજાર ખાતે આવેલ પ્રજાપતિ છાત્રાલય પાસે ભોગ બનનાર કિશોરીના ઘર નજીક ગત તા. 17/7ના સાંજના અરસામાં આ બનાવ બનેલ હતો. મળેલ માહિતી અનુસાર ,  કિશોરી અને તેની બે બહેનો મંદિરે દર્શન કરવા ગયેલ હતી અને ત્યાંથી પરત આવી રહી હતી. તે સમય દરમીયાન આરોપી બાઇકથી તેમનો પીછો કરેલ હતો અને ભોગ બનનારની આગળ બાઇક આડું મૂકી રસ્તો રોકી કિશોરીનો હાથ પકડી તેની છેડતી કરી હતી. તેને રોકવા જતાં આરોપીએ ગાળો આપી બદનામ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી તેને ઝડપી પાડવા આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.