ભારાસર ગામે થયેલ મર્ડર કેસના આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડતી માનકુવા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી
પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારાસર ગામે થયેલ મર્ડર કેસના આરોપીને શોધી કાઢવા સુચના કરેલ હોય તે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ-ભુજ તથા એ.આર.જનકાત સાહેબ ઇ.ચા.નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ માનકુવા પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૫૦૧૩૨૩૦૬૩૨/૨૦૨૩ આઇ.પી.સી.કલમ ૩૦૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના કામેના આરોપી શોધવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.આર.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ માનકુવા પો.સ્ટે.ના. સર્વેલન્સ તેમજ પોલીસ કર્મચારીઓ સદર આરોપીને શોધવા પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ.બ્રીજેશકુમાર પતરામભાઇ યાદવનાઓને મળેલ બાતમી હકીકત કે ભારાસર ગામે થયેલ મર્ડર કેસના આરોપી ભારાસર થી ગોડપર વચ્ચેની સિમ વિસ્તારના ડુંગરાઓમાં છુપાયેલ હોવાની બાતમી હકીકત મળતા સદર જ્ગ્યાએથી આ કામેનો આરોપી મળી આવતા કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-
(૧) ક્યુબ અલાના સમા ઉ.વ.૨૮ રહે – નાના દિનારા (ખાવડા) તા.ભુજ
કબ્જે કરેલ મુદામાલઃ-
(૧) ગુન્હા કામે વપરાયેલ એક છરી
(૨) ગુન્હા કામે ઉપયોગમાં લીધેલ હીરો કંપનીનુ સ્પેન્ડર મો.સા.નં. GJ 12 EN 1611
પકડાયેલ આરોપીનો ગુન્હાહીત ઇતિહાસઃ-
(૧) ખાવડા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૦૦૫/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૦૨,૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦(બી), ૧૧૪ તથા જી. પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ
આમ ઉપરોકત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી. ડી.આર.ચૌધરીસાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. બ્રીજેશકુમાર યાદવ તથા એ.એસ.આઇ.પ્રેમજીભાઇ ફણેજા તથા પો.હેડ.કોન્સ. હેમલકુમાર શંકરલાલ ચૌધરી તથા પો.હેડ.કોન્સ.ઉપેન્દ્રસિંહ રાણા તથા પો. કોન્સ. ભુપેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ વિક્રમભાઇ ગેલોત તથા પો.કોન્સ.કમલેશભાઇ ચૌધરી તથા આ.સો.ડા.કિશોરસિંહ સોઢાનાઓ જોડાયેલ હતા.