ભુજના ખવડા નજીક આવેલ લુડિયાની ગ્રામ પંચાયતમાં  રેકર્ડને નુકસાન તેમજ કોમ્પ્યુટરની ચોરી આચરાઈ

copy image

ભુજ તાલુકાનાં ખાવડા નજીક આવેલ લુડિયાની ગ્રામ પંચાયતનું તાળું તોડી રેકર્ડને નુકસાન પહોંચાડી તેમજ કોમ્પ્યુટર તથા પ્રિન્ટર કિં. રૂા. પ000ની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. ગત તા. 14/7થી 21/7 દરમિયાન બનેલા આ બનાવ બાબતે ખાવડા પોલીસ મથકે મોટા દિનારાના તલાટી સહમંત્રી અને લુડિયા ગ્રામ પંચાયતનો વધારાનો ચાર્જ સંભાળતા જગદીશસિંહ જાડેજા દ્વારા નોંધાવેલી ફરિયાદ અનુસાર 21મીના તેઓને લુડિયાના સરપંચનો ફોન આવેલ હતો કે, ગ્રામ પંચાયતના તાળાં તૂટી ગયેલ છે ત્યાં જઈ જોતાં તિજોરીમાં પડેલ રેકર્ડ વેર વિખેર તેમજ ફાટેલ હાલતમાં હતો અને પેન્થોન કંપનીનું પ્રિન્ટર તથા એલજીનું સી.પી.યુ. બન્નેની કિં. રૂા. 5000ની ચોરી થયેલ છે. આ બનાવ સરપંચના આંતરિક વિરોધીઓના કારણે બન્યો હોવાની આશંકા દર્શાવવામાં આવેલ છે. પોલીસે ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.