ગાંધીધામ ખાતે આવેલ તંબાકુનું વેચાણ કરતા વેપારીને દંડ ફટકારાવામાં આવ્યો
copy image
ગાંધીધામમાં શૈક્ષણિક સંસ્થાનો આસપાસ તંબાકુ અને બનાવટની સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા પકડી પાડી દંડ ફટકારવામાં આવેલ હતો. ભારત સરકારે તંબાકુનાં સેવનની ભયાનક અસરથી બચાવવા સિગારેટ એન્ડ ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2003 નામનો રાષ્ટ્રીય તંબાકુ નિયંત્રણ અધિનિયમ બનાવ્યો હતો, જે અંતર્ગત જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા માટે જે તે સંસ્થાના વડાને દંડ કરવાનો અધિકારી છે તેમજ આ સંસ્થા દ્વારા ઓફિસે ધૂમ્રપાન પ્રતિબંધિત વિસ્તાર લખાણવાળું બોર્ડ લવાડવું આવશ્યક છે. 18 વર્ષની ઉમરથી નીચેનાં બાળકોને તંબાકુની બનાવટો વેચવી, શાળા, કોલેજની 100 વારની ત્રિજ્યામાં તંબાકુની બનાવટોનું વેચાણ એ ગુનો છે. આ કાયદાની કલમ 6 મુજબ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયા અને વિનોદ ગેલોતરનાં માર્ગદર્શન હેઠળ સુંદરપુરી, ભારતનગર તથા તાલુકાનાં કિડાણા, મીઠીરોહરમાં તપાસ કરાઈ હતી. ત્યારબાદ 1000નો દંડ આપાયેલ હતો. આ કામગીરીમાં ડો. નિગમ પટેલ, સુમિત પરમાર, યોગેશ માલીવાડ, કુબેર મુનિયા, ડો. એસ.કે. સિંહા, દેવાયત ભાદરકા, નિરવ ચૌહાણ, ડો. ભાર્ગવ ગોપાણી, સિદ્ધરાજ સોલંકી વગેરે જોડાયા હતા. આગામી સમયમાં ટીમો બનાવી આ બાબતે કઠોર કાર્યવાહી કરવાની તેમજ શાળા, કોલેજોએ માહિતી એકત્ર કરી આરોગ્ય વિભાગને આપવા અરજી કરવામાં આવેલ છે.