કબરાઉ નજીક આવેલ ગુણાતીતપુર ખાતેથી 4 જુગારપ્રેમીઓને ઝડપી પાડી કુલ 21,66,000નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ
copy image
ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે કબરાઉ પાસે આવેલ ગુણાતીતપુર મધ્યે લાલભા જાડેજાની વાડી આવેલ છે. ત્યાં અમુક ઈશમો જાહેરમાં ધાણીપસાનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી ચાર ઈશમોને ઝડપી પાડ્યા હતા તેમજ અમુક ઈશમો અંધારાનો લાભ લઈ નાશી છૂટ્યા હતા. પોલીસે દરોડો પાડી કુલ 21,66,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પકડાયેલ આરોપીઓ :
- ઓસામાણ ઇબ્રાહિમશા શેખ ઉ.વ.40 અંજાર
- મોહસીનચાંદખાન પાઠાણ ઉ.વ.35 રહે રાધનપુર
- જૂસબશા જમાનશા શેખ ઉ.વ.32 રહે અંજાર
- મોવન અર્જુનભાઈ માલણ ઉ.વ.44 રહે આદિપુર