જૂનાગઢમાં જળબંબાકાર : એસ.ટી. બસની 26 ટ્રીપો રદ કરાઈ
copy image
જૂનાગઢમાં ગત શનિવારે સાંબેલાધાર અતિભારે વરસાદે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જી દીધેલ છે, જેથી જનજીવન ખોરવાઈ ગયું છે, જે અંતર્ગત કચ્છના ડેપોમાંથી જૂનાગઢ જતી 12 ટ્રીપો તેમજ જૂનાગઢ ડેપોમાંથી કચ્છ આવતી 14 ટ્રીપો મળી કુલ 26 ટ્રીપો રદ થઈ ગયેલ છે. જૂનાગઢમાં અતિભારે વરસાદ અને ગીરના પર્વત અને જંગલોમાંથી જૂનાગઢ તરફ વહેતા પાણી સ્થળ ત્યાં જળની સ્થિતિ બનાવી દીધી છે. છાતી સુધી પાણી અને જોસભેર ધસમસતા પાણીના પ્રવાહને કારણે વાહનો પણ તણાઈ રહ્યા છે. લોકો ઘરની છતો પર ચડી ગયા છે. આવી પરિસ્થિતિમાં એસ.ટી. વાહન વ્યવહાર ઠપ થઈ જાય એ સ્વાભાવિક છે.
મળેલ વિગતો અનુસાર ભુજ ડેપોની 12 અને જૂનાગઢ ડેપોની 14 ટ્રીપો રદ કરી દેવામાં આવી છે. પરિસ્થિતિ ક્યારે સામાન્ય બનશે તે કહેવું મુશ્કેલ છે, જેથી ક્યારે રાબેતા મુજબ ટ્રીપો શરૂ થશે તે નિશ્ચિત નથી. બીજી તરફ એવું જાણવા મળી રહ્યું છે કે, વરસાદના કારણે એસટી ટ્રીપો રદ થતાં કચ્છ આવવા માંગતા લોકો પરત ન ફરી સકતા મુશ્કેલીમાં મુકાયા હતા.