વાગડમાં કરેલ બે દરોડા દરમીયાન કુલ.14.30 લાખના દારૂ સહિત ત્રણ સખ્શોની ધરપકડ

copy image

 

ભચાઉ પોલીસ મથકે ટીમ ડ્યૂટી પર હતી તે સમય દરમીયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, લાકડિયાના જીતુભા જીલુભા સોઢની શિવલખા રોડ પર આવેલી વાડી ખેડવા માટે રાખનાર ચંદ્રસિંહ બળવંતસિંહ જાડેજાએ રાપરના ગોવિંદપરના પ્રવિણસિંહ અચુભા સોઢાએ આપેલા વિદેશી શરાબનો જથ્થો રાખેલ છે. આ બાતમીના આધારે દરોડો પાડી વાગડ ખાતે આવેલ લાકડિયાની વાડીમાંથી રૂ.7.61 લાખના વિદેશી દારૂ સાથે બે સખ્શોને ઝડપી પાડ્યા હતા. બંને ઈશમોને ઝડપી પાડ્યા બાદ વધુ તપાસ કરતાં દારૂ રાપરના ગોવિંદપરના બુટલેગરે મોકલ્યો હોવાનું સામે આવેલ હતું. ત્યાર બાદ ગોવિંદપર બુટલેગરના વરંડામાં દરોડો પાડી 6.68 લાખના શરાબના જથ્થા સાથે એક સખ્શ  ઝડપાયો હતો, આમ, વાગડમાં બે દરોડા દરમીયાન કુલ રૂ.14.30 લાખના દારૂ સાહિત ત્રણ ઈશમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પરંતુ મુખ્ય આરોપી બુટલેગર હાથ લાગ્યો ન હતો. હાજર ન મળી આવેલ બુટલેગર પ્રવિણસિંહ સોઢાને પકડી પાડવા પોલીસે વધુ કામગીરી હાથ ધરી છે.