આંબલિયારાના મકાનમાંથી 1.77 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી સમખિયાળી પોલીસ : આરોપી ફરાર
copy image
સામખિયાળી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન તેઓને બાતમી મળી કે , આંબલિયારા ગામમાં રહેતા રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા તેમજ વનરાજસિંહ જયવંતસિંહ ઝાલાએ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમી આધારે દરોડો પાડતાં રૂ.1,77,600 ની કિંમતના વિદેશી દારૂના 1,776 ક્વાર્ટરિયા મળી આવેલ હતા પરંતુ દરોડા સમયે બન્ને આરોપી હાજર મળ્યા ન હતા. હજાર ન મળી આવેલ આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.