જામનગરમાં આવેલ કાલાવડ શહેરમાં ધોળા દિવસે ચોરીનો બનાવ : કાલાવડમાં ખેડૂતે 15 મિનિટમાં જ 5.30 લાખ ગુમાવ્યાં : સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં થઈ કેદ

copy image

જામનગર ખાતે આવેલ કાલાવડ શહેરમાં ધોળા દિવસે ચોરીની ઘટનાનો મામલો  સામે આવ્યો જ્યારે કાલાવડમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલ રાવ એન્ટરપ્રાઇઝની બાજુમાં ચોરીનો બનાવ બન્યો હતો તેમજ રાવ એન્ટરપ્રાઇઝ પાસે આવેલા ગેરેજ માં વાવડીના એક ખેડૂત ગાડીનું કામ કરાવવા અર્થે આવેલ  હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઈશમે નજર ચૂકવીને બાઈક ડીકીમાંથી રૂપિયા 5.30 લાખની રોકડ રકમ પર હાથ સાફ કરી નાશી છૂટેલ હતો.

મળેલ માહિતી અનુસાર કાલાવડ તાલુકાના વાવડી ગામનો ખેડૂત બેંક ઓફ બરોડામાંથી પૈસા લઈને પોતાના ઘરે જઈ હતો તે સમય દરમીયાન ગેરેજ પાસે કામસર ઉભો રહ્યો અને નજર ચૂકવીને કોઈ શખ્સ ડેકી માંથી લાખો રૂપિયા લઈને ગાયબ થઈ ગયો. તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ છે.

ઘટનાસ્થળની બાજુમાં જ મામલતદાર કચેરી તથા સિવિલ હોસ્પિટલ આવેલી છે અને કાલાવડ શહેરનો ધમધમતા માર્ગ તરીકે પણ ઓડખાય છે બીજી તરફ ધોળા દિવસે કાલાવડ શહેરમાં ચોરી થવાથી પોલીસ માટે પણ પડકારરૂપ કિસ્સો છે. પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ વિડિયો ક્લિપ ના આધારે વધુ કામગીરી હાથ ધરી છે.