ગાંધીધામમાં સતત બીજા દિવસે પણ  પડેલા ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

copy image

ગાંધીધામમા ગત રવિવાર બાદ સતત બીજા દિવસે પણ મેઘકૃપા ચાલુ રહી હતી, અને અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે એક દિવસ પહેલા પડેલા સારા પ્રમાણમાં વરસાદની સ્થિતિઓ પણ સામાન્ય થઈ ન હતી તે વધુ મુશ્કેલીજનક બની હતી. શહેરના માર્ગો જે હજુ માંડ રીપેર થઈ રહ્યા હતા, તે ફરી પહેલાની સ્થિતિમાં આવવા લાગ્યા હતા, જોકે સુખદ આશ્ચર્યરુપે પેવરબ્લોકના લગાવેલા પેચવર્ક ન ફરી ઉખડતા ન દેખાતા શું આ કાયમી સમાધાન થઈ શકે? તે દિશામાં ચર્ચા છેડાઈ હતી. પરંતુ પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાંજ આવતા જનતા કોલોની કોર્નર જેવા વિસ્તારો કે જ્યાં વર્ષોથી ઘુંટણ સામા પાણી જાય છે, તેના ઉકેલ બાબતે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં લોકો રોષે ભરાયા હતા. ગત રવિવારે સાડા ત્રણ ઈંચ વરસાદ ગાંધીધામ પર વરસ્યાના સતત બીજા દિવસે પણ આખા દિવસ દરમીયાન  પડેલા વરસાદનો ચોપડે આંકડો 0.56 હતો.  તેમજ બે દિવસથી પડી રહેલા સતત વરસાદના કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ફેરફાર સામે આવ્યો છે,