ભુજ ખાતે આવેલ માનકૂવામાં ચાર સ્થળે માસ્ટ લાઇટની સુવિધા ઊભી કરવામાં આવી
ભુજ ખાતે આવેલ વિકાસશીલ માનકુવા ગામે ચાર સ્થળે હાઇમાસ્ટ લાઇટની સુવિધા ઊભી કરવામાં આવી છે. વધુ બે સ્થળે ટાવર લગાડવામાં આવશે તેવું જાણવા મળેલ છે. ગામના વથાણચોક, શાકમાર્કેટ, ખાઉ ગલી વગેરે સ્થળે બાવન ફૂટ ઊંચા ટાવર ઉપર આઠ-આઠ એલ.ઇ.ડી. લાઇટ લગાડવામાં આવેલ છે. આ બાબતે ગામના સરપંચ રમેશભાઇ કાનજીભાઇ ભુડિયા દ્વારા જાણવા મળેલ હતુ કે, માનકૂવાના નાગરિકોની સુખાકારી માટે આ હાઇમાસ્ટ લાઇટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઊભી કરવામાં આવી છે. આ માટે ભુજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિશભાઇ ભંડેરી તેમજ ભીમજી જોધાણીએ સફળ પ્રયત્નો કર્યા હતા. આવનાર દિવસોમાં આવી જ વધુ બે લાઇટો ગામમાં લાગે તેવી સંભાવના છે.