માંડવીની ફૂટપાથ પર ફરી એક વખત દબાણકારોનો કબજો વધ્યો : નગરપાલિકા તથા પોલીસ દ્વારા કોઈ કામગીરી નહીં

માંડવીના મુખ્ય રસ્તાઓ પર નગરપાલિકા દ્વારા ફૂટપાથ બનાવવામાં આવેલ છે, જે કેટલાક સમયથી અલગ-અલગ પ્રકારનાં દબાણથી ઘેરાઇ જવાના કારણે મૂળ હેતુ માટે ઉપયોગ થઈ સકે તેવી સ્થિત રહી નથી. તળાવ કિનારે `આગવી ઓળખ’ સમા રસ્તા પર બંને તરફ ફૂટપાથ બનાવવામાં આવેલ  છે. આશ્ચર્યમાં મુકે એવી વાત છે કે, નવી બનેલી ફૂટપાથ પર અગાઉ પણ દબાણ હતું અને તાજેતરમાં નવી બની ગયા પછી પણ દબાણકારોએ વધુ દબાણ જમાવી લીધું છે. ટાગોર રંગ ભવન નજીક આવેલ ફૂટપાથ પર તો દુકાનોએ અતિક્રમણ કરેલ છે. ત્યાર બાદ છેક શીતલા ઓક્ટ્રોય સુધી નામ માત્રની ફૂટપાથ છે. માંડવીનો આ લાયજા રોડ હવે સતત ધમધમતો રહે છે અને આખા દિવસ દરમીયાન અનેક વખત આ વિસ્તારમાં ટ્રાફિકજામની સમજયા ઊભી થતી હોય છે. પાણીના ટાંક પાસે આવેલ એક બાજુની ફૂટપાથ રહી જ  નથી, તેમજ બીજી બાજુની ફૂટપાથ તો જાણે અદૃશ્ય થઇ ગઇ છે. કેટલાક વિસ્તારમાં ફૂટપાથ અને રસ્તો સમાન બની ગયેલ છે. ફૂટપાથ પર થયેલાં દબાણો હટાવવાની જવાબદારી નગરપાલિકા અને પોલીસ બંનેની રહે છે, તેમ છતાં શાસકો દ્વારા તેમની નજર સામેના આ દબાણો દૂર કરવા બાબતે કોઈ રુચિ દાખવતાં નથી .