ભચાઉના રહેવાસીનું મનફરાના સરનામે બોગસ આધાર બાનવવાનો મામલો સામે આવ્યો

copy image

ભચાઉ રહેતી વ્યક્તિનું મનફરામાં બોગસ આધાર કાર્ડ બનાવવામાં આવેલ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ નકલી કાર્ડ બનાવનાર વિરુદ્ધ પગલાં લેવા પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ સામે ભચાઉના માંડવીવાસમાં રહેતા ખુથિયા બાબુલાલ નામજીયભાઈ દ્વારા  ભચાઉ પી.આઈ.ને રજૂઆત કરવામાં આવેલ છે. તેમણે જણાવ્યું હતું કે, મારો આધાર કાર્ડ નંબર 860908 336134 છે. મારા નામે 4903 4032 7508 નંબરનો બોગસ આધાર કાર્ડ મનફરાના સરનામે બનાવવામાં આવેલ છે. આ આધાર કાર્ડ મનફરા આહીર વાસમાં પહોંચી જતા નકલી આધાર કાર્ડનો ભેદ ખૂલ્યો હતો. પી.આઈ.ને પાઠવાયેલા પત્રમાં અરજદારે બેન્ક, પાન કાર્ડ, રાશન કાર્ડ સહિતની સાચી વિગતો દર્શાવી બોગસ આધાર કાર્ડ બનાવનારા સામે કાર્યવાહી કરવા પત્રમાં જણાવવામાં આવ્યું છે. પોલીસ તેમજ જવાબદાર તંત્રો આ દિશામાં તુરંત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.