પૂર્વ અને પશ્ચિમ રાજ્યના 70 જેટલા આઇપીએસ અધિકારીઓની આજે સરકાર દ્વારા બદલી
copy image
રાજ્યના 70 જેટલા આઇપીએસ અધિકારીઓની આજે સરકાર દ્વારા બદલી કરે દેવામાં આવેલ છે. છેલ્લા દોઢેક માસથી પશ્ચિમ કચ્છમાં હંગામી આઇપીએસ મૂકવામાં આવેલ હતા. આ સ્થળ પર પૂર્વ કચ્છના પોલીસવડાની બદલી કરવામાં આવી છે તેમજ પૂર્વ કચ્છ ગાંધીધામમાં સુરત ઝોન-4ના ડેપ્યુટી કમિશનર સાગર બાગમારની બદલી કરવામાં આવેલ છે. રાજ્યાં છેલ્લા કેટલાક સમયથી આઇપીએસ અધિકારીઓની બદલીના ભણકારા વાગી રહ્યા હતા, રાજ્યના 70 આઇપીએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવેલ હતી.
પશ્ચિમ કચ્છ ભુજમાં રહેલા સૌરભસિંઘની ગત તા. 31/5/2023ના બદલી થઇ હતી. તેમની જગ્યાએ ડો. કરણરાજ વાઘેલાને હંગામી ચાર્જ સોંપવામાં આવેલ હતો. ત્યારે આજે થયેલી બદલીઓમાં પૂર્વ કચ્છના પોલીસવડા મહેન્દ્ર બગડિયાની પશ્ચિમ કચ્છ ભુજના પોલીસવડા તરીકે બદલી કરવામાં આવેલ છે. મહેન્દ્ર બગડિયાની પૂર્વ કચ્છમાં ગત તા. 6/4/2022ના નિમણૂક કરવામાં આવેલ હતી. તેમના સમયગાળા દરમ્યાન અપનાનગર 41 લાખની લૂંટ, મુખ્ય બજારમાં કરોડની લૂંટ, 400 ક્વાર્ટરમાં 1.40 કરોડની લૂંટ, મંદિર ચોરી, હત્યા સહિતના બનાવોનો ભેદ ઉકેલવામાં આવ્યો હયો. પૂર્વથી પશ્ચિમ ગયેલ અધિકારી માટે હનીટ્રેપ, મીઠાના ઓવરલોડ વાહનો, ખનિજ ચોરી વગેરે પડકારજનક બાબતો બની રહેશે. બીજી તરફ પૂર્વ કચ્છમાંથી મહેન્દ્ર બગડિયાની બદલી થતાં તેમની જગ્યાએ સુરત ઝોન-4ના ડેપ્યુટી કમિશનર વર્ષ 2017ના આઇ.પી.એસ. અધિકારી સાગર બાગમારની બદલી કરવામાં આવેલ છે. સાગર બાગમારને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ સિટી પોલીસ મથકના ગુજસીટોક તળે કેસ દાખલ થયો હતો તે ગુનાની ગેંગના મુખ્ય સૂત્રધાર અને સહઆરોપીઓને પકડી સફળ તપાસ કરી આરોપીઓની પ્રોપર્ટી સીઝ કરવાના પ્રકરણમાં વર્ષ 2022માં ગૃહમંત્રાલય તરફથી મેડલ પ્રાપ્ત થયો હતો. પૂર્વ કચ્છમાં આવતા મૂળ બાડમેર રાજસ્થાનના આ અધિકારી માટે વાગડ પંથકમાં ખનિજ ચોરી, સોપારીકાંડ, ટ્રાફિક વગેરે સમસ્યાઓ પડકારજનક બની રહેશે.