ભુજ ખાતે આવેલ માધાપરમાં પત્તા ટીંચતા ત્રણ શખ્સ ઝડપાયા

copy image

માધાપર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભવાની હોટલના પાછળના ભાગે જાહેરમાં અમુક ઈશમો ગોળ કુંડાળું વાળી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી  જાહેરમાં જુગાર રમતા મોહન વાલજી સેંઘાણી, ધનજી ખીમજી દબાસિયા તથા રામેશ રવજી દબાસિયાને રોકડા રૂા. 26,670ના મુદ્દામાલ  સાથે ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.