મોટાવડાળા પાસે કાર ચાલકે બાઈકને ટક્કર મારતા સર્જાયું અકસ્માત :  બાઈકચાલકનું મોત

copy image

કાલાવડ ખાતે આવેલ મુરીલા ગામના પ્રૌઢ રાજકોટ મેટોડા જીઆઇડીસી તરફ નોકરીએ જઈ રહ્યા હતાં, તે દરમિયાન મોટા વડાળાના પાટીયા પાસે પૂરઝડપે આવી રહેલી કારે ટક્કર મારતા અકસ્માત સરજ્યું હતું. જેમાં બાઈકસવારને માથાના  ભાગમાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

મળેલ માહિતી અનુસાર કાલાવડ તાલુકાના મુરીલામાં રહેતા આંબાભાઈ ઉનાગર નામના પ્રૌઢ ગુરૂવારે સાંજના સમયે બાઈક પર રાજકોટના મેટોડા જીઆઇડીસી ખાતે નોકરી માટે જઈ રહ્યા હતાં, તે દરમિયાન કાલાવડથી 12 કિ.મી. દૂર મોટા વડાળા ગામના પાટીયા પાસે સુરસાંગડા મંદિર પાસે પહોંચ્યા ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલી જીજે-10-ડીઈ-1762 નંબરની અર્ટીગા કારના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢ બાઈક પરથી રોડ પર પટકાયા હતાં. જેમાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન પ્રૌઢનું મોત નીપજયું હતું.