જામનગર શહેરમાં વાહન અથડાવી લૂંટ ચલાવતા 3 સખ્શો ઝડપાયા

જામનગર ખાતે આવેલ પેલેસ રોડ પર મોટરસાયકલ અથડાવી ઝઘડો કરી પૈસાની લૂંટ ચલાવતા 3 શખસ સામે પ્રથમ સોશિયલ મીડિયામાં વેપારીએ ફરિયાદ કર્યા બાદ પોલીસ હરકતમાં આવી અને આ બાબતે તપાસ હાથ ધરી 3 શખસને પકડી પાડી લોકોને આવા તત્વો વિરૂદ્ધ ફરિયાદ કરવા આહવાન કરવામાં આવેલ છે.
જામનગર શહેરના વંદન એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ શેઠ નામના વેપારીએ થોડા દિવસ આગૌ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી કે, તે વિરલ બાગ પાસેથી જતા હતા ત્યારે નંબર પ્લેટ વગરના મોટરસાયકલમાં આવેલા 3 અજાણ્યા સખશોએ ગાડી અથડાવી ગાળાગાળી કરી નુકસાની પેટે રૂા.9 હજાર માગી વિશાલભાઈએ આપવાની ના પાડતા બળજબરીથી રૂા.1 હજાર લઈ નાસી છૂટેલ હતા.
જે પોસ્ટ બાદ પોલીસ હરકતમાં આવી આ બાબતે ગુનો નોંધી તપાસ શરૂ કરતા આ ગુનામાં સામેલ લાદેનખાન સીપીયા પઠાણ, મુકેશ ઉર્ફે મુકલો અનભાઈ કોળી અને ઈમરાન અબ્દુલભાઈ સફીયા હોવાનું પોલીસને જાણ થતાં પોલીસે લાદેનખાન અને ઈમરાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનામાં વપરાયેલું મોટરસાયકલ ઝડપી પાડ્યું હતું. પોલીસે ભોગ બનનાર આવા વ્યક્તિઓને સામે આવવા અપીલ કરી છે.