યુનિવર્સિટીમાં કોપી કરતા 123 છાત્રોને સજા આપવામાં આવી

copy image

કચ્છ યુનિવર્સિટી દ્વારા માર્ચ-જુન 2023માં લેવામાં આવેલી પ્રથમ અને દ્વિતીય તબક્કાની તમામ ફેકલ્ટીની પરીક્ષામાં કોપી કરતા પકડાયેલા છાત્રોને સાંભળવામાં આવ્યા હતા જે બાદ તાજેતરમાં પરીક્ષા શુદ્ધિ સમિતિની મીટીંગ બોલાવવામાં આવેલ હતી.જેમાં કાળજીપૂર્વકની વિચારણા બાદ પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા 123 વિદ્યાર્થીઓને શિક્ષા ફટકારવામાં આવેલ છે જ્યારે 2 છાત્રને નિર્દોષ જાહેર કરવામાં આવેલ હતા.

કુલ આઠ વિદ્યાર્થીઓનું જે-તે વિષયનું પરિણામ રદ કરી અન્ય વિષયોના પરિણામ જાહેર કરવામાં આવેલ છે. તેમજ 111 વિદ્યાર્થીઓના જે તે સેમેસ્ટરના બધા જ વિષયોનું પરિણામ રદ કરીને આગળના સેમેસ્ટરમાં પ્રવેશ આપવામાં આવ્યો છે અને ત્રણ વિદ્યાર્થીઓના તે વિષયના પરિણામ રદ કરી આગળના સેમેસ્ટરમાં પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે જેથી છ મહિના સુધી તે વિદ્યાર્થી શિક્ષણ કાર્યમાંથી બાકાત રહેશે ઉપરાંત બીએ સેમ 4 ના એક વિદ્યાર્થીનું પરિણામ રદ કરી બે વર્ષ માટે શિક્ષણકાર્યમાંથી બાકાત કરે દેવાયો છે.