દિલીપ આહીર હનીટ્રેપ કેસની માસ્ટર માઇન્ડ મનીષાને જેલમાં સીમકાર્ડ પહોચાડનાર વકીલની ધરપકડ કરાઈ

દિલીપ આહીર હનીટ્રેપ પ્રકરણની માસ્તર માઈન્ડ મનીષા ગોસ્વામીને પાલારા જેલ ખાતે સીમકાર્ડ પહોચાડનાર ભુજના વકીલની એલસીબીએ ધરપકડ કરી લીધી છે.
મૂળ ઢોરીના રહેવાસી અને માધાપરમાં રહેતા દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ચાર કરોડની ખંડણી માંગી મારવા મજબુર કરવામાં આવ્યો હતો. જેમાં નખત્રાણા પોલીસ મથકે નવ આરોપીઓ સામે ફરિયાદ નોધાઈ હતી. આ કેસની માસ્ટર માઈન્ડ મનીષા ગોસ્વામીએ પાલારા જેલમાંથી મોબાઈલ વડે સમગ્ર ખેલ રચ્યો હતો. મનીષાને જેલમાં સીમકાર્ડ પહોચાડનાર ભુજમાં જુના રેલ્વે સ્ટેશન પાછળ શાસ્ત્રીનગરમાં રહેતા વકીલ આસીફઅલી અબ્દુલકયુંમ અંસારીની સંડોવણી સામે આવી હતી. એલસીબીએ ભુજ કોર્ટ પાસેથી આરોપી વકીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.