રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાપર ખાતે યોજાયેલ નેત્ર નિદાન સારવાર કેમ્પનો 205 દર્દીઓએ લાભ મેળવ્યો
રાપરમાં રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની 29 મી તારીખે નેત્ર નિદાન અને સારવાર કેમ્પ યોજાય છે તેવી જ રીતે આજે પણ દરીયાસ્થાન મંદિર ખાતે 59 મા મેગા નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં કરાયું હતું, રાપર લોહાણા મહાજનના સહયોગથી આયોજિત નેત્રા કેમ્પમાં 205 દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમથી 60 દર્દીઓને રાજકોટ ખાતે વિનામૂલ્યે આંખના ઓપરેશન કરી આપવામાં આવશે.
રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા દરીયાસ્થાન મંદિર ટ્રસ્ટ રાપરના લોહાણા મહાજનના સહયોગથી તેમજ જલારામ ગૃપ રાપર ના યજમાન સ્થાને કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. નેત્રયજ્ઞમા રશિકભાઇ આદુઆણી. દિનેશભાઇ ચંદે, ભોગીલાલ મજીઠીયા, લવજીભાઇ નાથાણી, ભરતભાઇ રાજદે, શગાળચંદ ઠક્કર તેમજ આ કેમ્પના યજમાન જલારામ ગૃપના શૈલેષભાઇ ભીંડે, ચાંદ ભીંડે, રાહુલ ઠક્કર, શુનીલ રાજદે, ડાયાભાઇ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલ કેમ્પમાં 60 જણને મોતીયા તેમજ વેલના ઓપરેશન માટે લકઝરી બસ દ્વારા રાજકોટ લઈ જઇ તથા ઓપરેશન કરી પરત મુકવા માટે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે.