નખત્રાણા તાલુકાનાં રવાપર ગામમાં રોજ 50થી વધુ લોકો આંખના વાયરસથી સંક્રમિત

copy image

નખત્રાણા ખાતે આવેલ રવાપર ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી આંખની બીમારીના દર્દીઓની સંખ્યા વધી રહી  છે પાંચેક દિવસથી સરકારી દવાખાનામાં સરેરાશ કરતા આંખના 15 થી 20 ટકા દર્દીઓનો વધારો સામે આવેલ છે. બાળકો અને મોટી ઉમરના વ્યક્તિઓમાં આંખ લાલ થવી,આંખ આવી જવાના કેસ જોવા મળી  રહ્યા છે.   આજુબાજુના ગામડાઓમાં ઘરોઘર એક થી બે વ્યક્તિને આંખની તકલીફ જોવા મળી રહી છે.

શનિ-રવિની રજાની લઈને સરકારી દવાખાના બંધ રહેતા ખાનગી દવાખાનામાં ધસારો જોવા મળેલ હતો.તબીબ ડો. ચિરાગ પટેલે જણાવ્યું કે, હાલ આંખના દર્દીઓનું પ્રમાણ વધ્યું છે અને રોજના 10 થી 15 દર્દી આંખના આવતા હોય છે.હાલના સમયમાં દર્દીઓને ચશ્મા પહેરી રાખવા અનુકૂળ રહેશે. આંખ સાફ કરતી વખતે ઉપયોગમા લેવાયેલ રુમાલવાળો હાથ બીજી વ્યક્તીને અડવાથી પણ અસર થઈ શકે છે તેથી દર્દીએ સાવચેતી રાખવી અનિવાર્ય છે. આ એક પ્રકારનો વાયરસ છે અને ઘણી વાર પોતાની રીતે મટી જતો હોય છે પરંતુ વધુ અસર થવાથી કેસ જટીલ બની શકે છે. આંખની અસરને લઈને ચશ્માની ઉપાડ પણ વધી છે.છેલ્લા ચાર-પાંચ દિવસથી સરકારી તેમજ ખાનગી દવાખાના મળી આંખના રોજના 40 થી 50 દર્દીઓ આવી રહયા છે ત્યારે નિયમિત સફાઇની અને તકેદારી રાખવી ખૂબ આવશ્યક બની રહે છે.