કચ્છનું ગૌરવ : ભીમાસરની દીકરી જવાનોની વર્દીથી પ્રેરાઇ સેનામાં જોડાઇ

copy image
અંજાર તાલુકાના ભીમાસર ગામે રહેતા બાબુભાઇ અને શાંતિબેન ભીલની દિકરી લક્ષ્મીબેન બાબુભાઇ ભીલે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભીમાસરની શાળામાં જ પુર્ણ કરેલ અને નાનપણમાં શાળાના વાર્ષકોત્સવમાં ભજવાયેલા દેશભક્તિના નાટકમાં ઇન્ડીયન આર્મીના વીર પરાક્રમના નાટકમાં જવાનોની વરદી જોઇને જ આર્મીમાં જોડાઇ જવાનું નક્કી કરેલ હતું અને સ્ટડીસ પુર્ણ કર્યા બાદ રાજકોટમાં લેખિત પરિક્ષા પાસ કરી શારિરીક ફીટનેશ પરિક્ષા પણ પાસ કરી ગાંધીનગર ખાતે લેવાયેલી પરિક્ષા પાસ કરી ઇન્ડીયન આર્મી માટે સિલેક્ટ થઇ આસામ રાઇફલ્સ બટાલિયન માટે સિલેક્ટ થયેલ છે.
પરિક્ષા પાસ કરી સિલેક્ટ થયા બાદ સીધી ભીમાસર ગ્રામ પંચાયતમાં પહોંચી ત્યારે ન માત્ર ભીમાસર ગામ પરંતુ કચ્છ તેમજ ભીલ સમાજનું ગૌરવ આ દીકરીનું અગ્રણીઓ વી.કે.હુંબલ , ગામના સરપંચ હરેશભાઇ હુંબલ, અખિલ કચ્છ ભીલ સમાજના પ્રમુખ ધનજીભાઇ ગોવિંદભાઇ ભીલ , ઉપપ્રમુખ રમેશભાઇ રણછોડભાઇ ભીલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.