ભુજ ખાતે આવેલ સુખપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને  રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તા ખાત્રી પ્રમાણપત્રમાં આગવું સ્થાન

copy image

ભુજ તાલુકાનાં સુખપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીયકક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે. હેલ્થ & વેલનેસ સેન્ટર સુખપરે નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડના ધારા ધોરણો અંતર્ગત 88.7 ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાનુ સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું છે. આરોગ્ય સેવાની લગતી રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા સંબંધિત પ્રમાણપત્ર બાબતે રાષ્ટ્રીયકક્ષાનાં નિષ્ણાંતો દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓપીડી, આઇપીડી, લેબોરેટરી, લેબરરૂમ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને જનરલ એડમિનિસ્ટ્રેશન એમ કુલ 6 ડિપાર્ટમેન્ટના દરેક ડિપાર્ટમેન્ટ દીઠ 8 એરિયા ઓફ કન્સરનને 1363 જેટલા ચેકપોઇન્ટની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત દર્દીઓના આરોગ્યની સેવા તથા સુવિધાના અલગ માપદંડ મુજબ અભિપ્રાય પણ મેળવવામાં આવેલ હતા.

અલગ અલગ પ્રકારના ચેકલીસ્ટ પ્રમાણે હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે ચકાસણી થયા બાદ તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા હેલ્થ & વેલનેસ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુખપરને સેવા સુવિધા ગુણવત્તા સબંધિત રાષ્ટ્રીય કક્ષાનુ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જેથી સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવાઓમાં પણ ઉતરોત્તર વધારો થઈ શકશે. આ પ્રમાણપત્ર મેળવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો.રોહિત ભીલ, ડો.અંકિતા વાલા સહિત તમામ સ્ટાફ, ગામના સરપંચ અમ્રતબેન ગોરસિયા, પૂનમબેન મેપાણી સહિત ગ્રામજનોના સહયોગ થકી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.કેશવકુમાર સિંહ, જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો.અમીન અરોરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રવિન્દ્ર ફુલમાલીના માર્ગદર્શન થકી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.