ભારાસસરમાં 23 વર્ષીય યુવતીએ જીવનલીલા સંકેલી

copy image

copy image

ભુજ ખાતે આવેલ ભારાસસરમાં 23 વર્ષીય યુવતી દીપાલીબેન સામજીભાઈ સીજુએ કોઈ અકળ કારણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભારાસરમાં રહેતી દીપાલીબેન સીજુ ગત રાત્રે પોતાના ઘરે હતી તે સમયે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી. જ્યાં પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગત જાણવા મળેલ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.