દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાયેલા ત્રણ વ્યક્તિઓ રાજકોટ ખાતેથી ધરપકડ કરતી ગુજરાત એ.ટી.એસ.

copy image

ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ ઉપાધ્યાય નાઓને ગુપ્ત બાતમી મળેલ કે પશ્ચિમ બંગાળના વતની (૧) અમન સિરાજ (૨) શુકર અલી @અબ્દુલ્લા (૩) શેફ નવાઝ નામના માણસો હાલમાં રાજકોટ સોની બજારમાં નોકરી કરે છે અને તેઓ ત્રણેય ઇસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા છે અને રાજકોટમાં આ તંજીમનો પ્રચાર કરે છે અને રાજકોટમાં રહેતા બંગાળના અન્ય યુવાનોને  આ તંજીમમાં જોડાવા પ્રેરિત કરે છે.તેમજ તેઓ કોઈક કારણસર હથિયારો પણ ખરીદ કરવાની કોશિશ કરે છે. સદર બાતમી અંગેની જાણ એસટીએસ ના વરિષ્ઠ અધિકારીશ્રીઓને કરતાં તેમના દ્વારા નાયબ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ ઉપધ્યાય અને એસ.એલ. ચૌધરી નાઓના નેતૃત્વમાં પોલીસ ઈન્સ્પેકટર એચ.વી.સિસારા, એ.એસ.ચાવડા, બી.એચ.કોરોટ, કે.જે.રાઠોડ, જે.એમ.પટેલ, અને પોલીસ સબ ઇન્સેપ્કટર બી.ડી.વાઘેલા, વી.આર.જાડેજા, વાય.જી.ગુર્જર, એ.આર.ચૌધરી, આર.સી.વઢવાણા અને પી.આર.વસાવા ની બે ટીમ રાજકોટ ખાતે રવાના કરવામાં આવેલ અને ગુજરાત એસ.ટી.એસ.ની ટીમ દ્વારા હ્યુમન ટેકનિકલ વોચ પણ રાખવામા આવેલ. સદર ટીમ દ્વારા ૩૧-૦૭-૨૦૨૩ના રોજ (૧) અબ્દુલ શુકરઅલી સ.ઓ. હજરત શેખ રહે. ગાર્ડન ચોક, રાજકોટ મૂળ રહે. ગોલા, ધાકપાડા, થાના: નાદનઘાટ, જી. વર્ધમાન, પશ્ચિમ બંગાળ, (૨) અમન માલીક સ.ઓ. સિરાઝ માલિક રહે સોની બજાર હસન ભાઈ સોનીની દુકાનમાં રાજકોટ. મૂળ રહે. ગામ-ગાયેશપુર, થાના-તાડકેશ્વર, જિ-હુગલી, પશ્ચિમ બંગાળ તથા (૩) શૈફ નવાઝ સ.ઓ. અબુ શાહિદ રહે. હાલ: સોની બજાર, શાહબુદ્દીનની દુકાનમાં, રાજકોટ મૂળ રહે. પિન્દીરા, અંગારસન, જી. વર્ધમાન, પશ્ચિમ બંગાળ ની ડીટેઇન કરીને પૂછપરછ કરવામાં આવેલ અને જડતી પંચનામું કરવામાં આવેલ.

 સદર ત્રણ આરોપીઓની વિગતવાર પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે અમન અંદાજે એકાદ વર્ષથી ટેલીગ્રામ એપ્લિકેશનના માધ્યમથી તેના વિદેશી હેન્ડલર અબુ તલ્હા અને ફુરસાન નામની ઓળખ ધારણ કરનાર વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવેલ હતો અને આ વ્યક્તિઓના પ્રેરિત કરવાથી અલકાયદા તંજીમમાં જોડાયેલ હતો. ત્યાર બાદ સદર ઈશમો સાથે કનવરસેશન  એપ્લિકેશનના  માધ્યમથી ઉશ્કેરણીજનક સાહિત્ય અને વિડિયો મેળવતો હતો તેમજ ઓનલાઈન માધ્યમ દ્વારા ઓટોમેટિક હથિયાર ઓપરેટ કરવાની તાલીમ મેળવી રહેલ હતો. ત્યાર બાદ ટીલીગ્રામ અને કનવરસેશન  એપ્લિકેશનના  માધ્યમથી મુઝમ્મીલ નામની ઓળખ ધારણ કરનાર વ્યક્તિ સાથે સંપર્કમાં આવેલ હતો જે વ્યક્તિ અમનને જિહાદ તેમજ હિજરત માટે પ્રેરિત કરતો હતી અને તેના થકી કોઈ મોટા કામને અંજામ આપવા માટે કંટ્રી મેડ સેમી ઓટોમેટિક હથિયાર ખરીદેલ હતું. તેમજ અમને પોતાની સાથે પરિચિત સુકુર અલી અને સૈફ નવાઝ જેઓ આ પ્રકારની માનસિકતા ધરાવતા હોય તેઓને અલકાયદા તંજીમમાં જોડાવવા દાવત આપી, તંજીમમાં જોડેલ હતા. આ ત્રણેય આરોપીઓ પોતાના પરિચિત આની બંગાળી કારીગરોને પણ તંજીમમાં જોડાવા પ્રેરિત કરતાં હતા. સદર આરોપીઓ પાસેથી એક કંટ્રી મેડ સેમી ઓટોમેટિક પિસ્તોલ અને ૧૦ કારતૂસ મળી આવેલ છે તેમજ તેમની પાસેથી ૦૫ મોબાઈલ ફોન મળી આવેલ છે જેમાં અલગ-અલગ સોશિયલ મીડીયા મેસેંજીગ એપના માધ્યમથી મેળવેલ ઉશ્કેરણીજનક સાહિત્ય, વિડીયો, ફોટોગ્રાફ, ચેટ તેમજ ઓનલાઈન હથિયારની તાલીમ અંગેનું સાહિત્ય મળી આવેલ છે.

                        જેથી સદર ત્રણેય આરપીઓ વિરુદ્ધ ગુજરાત એ.ટી.એસ. પો.સ્ટે ખાતે ઇ.પી.કો. કલમ ૧૨૧-ક તથા આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧-બી)(એ) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.