ઉઠંગડી ફાટક થી હાજીપીર ફાટક પાસે સાત કિલો મીટર ના માર્ગ પર કલાકો સુધી ટ્રાફિકજામ : વાહનચાલકો પરેશાન
copy image
ભુજ ખાતે આવેલ દુર્ગમ રણ કાંધી નઝીક આવેલ હાજીપીર પાસે સવારે 9 વાગ્યાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. બિસ્માર માર્ગ પર માલ વાહક ટ્રક બગડી જતાં બંને બાજુનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયેલ હતો જેને લઇ અંદાજીત 7 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી હતી. સાત કલાક જેટલા લાંબા સમય સુધી લોકો વાહનોમાં અટવાઈને પડી રહેલા હતા. હાજીપીર પાસે આવેલ નમક એકમોમાં ચાલતા માલવાહક વાહનો જર્જરિત માર્ગના કારણે ખોટવાઈ પડતાં ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાનું જાણવા મળેલ હતું. હાલ દેશલપર ગુંતલીથી હાજીપીર તરફ બનેલો 14 કિલો મીટર સુધીનો રસ્તો પણ વરસાદ પછી ધોવાઈ ગયેલ છે, જ્યારે બાકીનો 14 કિમીનો રસ્તો લાંબા સમયથી ખખડધજ હાલતમાં છે. જેને લઇ અવાર નાવાર વહન વ્યવહાર બાધિત થતો રહે છે. આજ આઠવાડિયામાં આ પ્રકારે ત્રીજી વખત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ટ્રાફિક જામ અંગે નરા પોલીસ મથકના પીએસઆઇ એન. કે. ખફડ દ્વારા જાણવા મળતું કે તે રસ્તો ચીકણી માટી વાળો હોવાથી સામાન્ય વરસાદમાં કાદવ કીચડના લીધે લપસણો બની જાય છે, તેમાં પણ નમક પરિવહનમાં ચાલતી ખખડધજ ટ્રકો માર્ગ વચ્ચે બંધ પડી જાય છે, ત્યારે સમસ્યા સર્જાય છે. ટુ વ્હીલર કે ફોર વ્હીલર વરસાદની સીઝનમાં ચાલી શકે એમ નથી તેથી કાયમ સર્જાતા ટ્રાફિક જામના પગલે બે ત્રણ કિલો મીટર ચાલીને ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક કલિયર કરાવીએ છીએ. રસ્તે ઉભેલા વાહન ચાલકોનો પણ ખોટવાયેલા વાહન ખસેડવા સહયોગ મળતો નથી. લૂડબાય ગામનાં સરપંચ શ્રીએ જણાવ્યુ કે સવારે સાત વાગ્યા અરસથી ઉઠંગડી ફાટક થી હાજીપીર સુધીના સાત કિલોમીટર સુધી ટ્રાફિકજામ હતો જે બપોર સુધી યથાવત રહ્યો હતો.