ભુજની ભાગોળે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 25 વર્ષીય યુવાન કાળનો કોળિયો બન્યો
copy image

ભુજની ભાગોળે બાઈક અને ગાડી વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 25 વર્ષીય યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત દિવસે વહેલી સવારે ભુજની ભાગોળે રુદ્રમાતા નજીક માર્ગ પર ગાડી અને બાઈક વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક સવાર યુવાન યુવરાજસિંહ જાડેજાને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોડપીટલ લઈ જવામાં આવેલ હતો, જ્યા સારવાર મળે તે પૂર્વે જ તેને અંતિમ શ્વાશ લીધા હતા.