અંજાર ખાતે આવેલ તુણા વંડીમાં ઘરમાં ઘૂસી બે મોબાઇલની તસ્કરી
copy image
અંજાર ખાતે આવેલ તુણા વંડીમાં રાત્રિના સમયે એક ઘરમાં ઘૂસી અમુક સખ્સોએ રૂા. 28,200ના બે મોબાઇલની તસ્કરી કરી હતી. અંજારના તુણા વંડીમાં મસ્જિદની બાજુમાં રહેતા અને કંડલા ખાતે ઝોલી નામની કંપનીમાં મજૂરી કરતા સુલ્તાન ફકીરમામદ કાતિયારએ ચોરીના આ બનાવ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી તેમજ તેમના માતા-પિતા ને ભાઇ ગત તા. 31/7ના રાત્રે સૂઇ ગયા હતા. તે દરમ્યાન મોડી રાત્રે લાઇટ જતાં ફરિયાદી જાગી ગયેલ હતા અને ચાર્જિંગમાં મૂકેલો પોતાનો મોબાઇલ કાઢી પોતાની પાસે રાખેલો હતો. વીજળીના અભાવે ગરમી થતાં યુવાને ઘરનો અડધો દરવાજો ખુલ્લો મૂકેલ હતો અને સૂઇ ગયો હતો. તેવામાં તસ્કરો તેમના ઘરમાં ઘૂસ્યા હતા અને ફરિયાદી તેમજ ભાઇનો મોબાઇલ એમ કુલ રૂા. 28,500ના બે ફોનની તસ્કરી કરી નાસી ગયેલ હતા. પોલીસે બનાવ બાબતે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.