આડેસર નઝીક ઉભેલ ટ્રેઇલરમાં પાછળથી ટેન્કર ભટકાતાં ટેન્કર ચાલકનું મોત

body

copy image

આડેસરથી ગાગોદર મધ્યે ઉભેલા ટ્રેઇલરમાં પાછળથી ટેન્કર ભટકાતાં ટેન્કર ચાલકનું મોત નીપજયું હતું. જે બાબતે દેરાજરામ દમારામ જાટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલી ફરિયાદ અનુસાર દેરાજરામ દમારામ જાટ અને તેમનો દીકરો મોહનલાલ રાજસ્થાન બાજુથી ટેન્કર નંબર જી.જે.-12-બી.વાય. – 6006વાળુ લઇને ગાંધીધામ બાજુ આવી રહ્યા હતા. તે દરમ્યાન ઘટના સ્થળે ટ્રેઇલર નંબર આર.જે.-06- જી.સી.-7954ના ચાલકે સાઇડ સિગ્નલ અપ્યા જ વગર પોતાનું વાહન અચાનક માર્ગ પર ઊભું રાખી દીધું હતું.  આગળ ઊભેલાં આ વાહનમાં પાછળથી ટેન્કર ભટકાતાં મોહનલાલને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં તેણે સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતુ. તેમજ ફરિયાદી દેરાજરામ દમારામ જાટને પણ ઇજાઓ પહોંચી હતી. આ બનાવ બાબતે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.