copy image

નખત્રાણા ખાતે આવેલ મોટી વીરાણીમાથી ચાર જુગાર પ્રેમીઓને ઝડપી પાડતી નખત્રાણા પોલીસ

નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીમાંથી ધાણીપાસાનો જુગાર રમતા ચાર ઈશમો ઝડપી પડાયા હતા. મળેલ માહિતી અનુસાર ગત  સોમવારે અડધી રાત્રે નખત્રાણા તાલુકાના મોટી વિરાણીના ઇન્દિરાવાસના છેલા પાસે નવા બનતાં મકાનના ઓટલા ઉપર ટોર્ચના અજવાળાંમાં ધાણીપાસાનો જુગાર રમતા રવિકુમાર ખેતાબાઇ વણકર, હીરજી મંગા વણકર, કરીમ સુમાર ખલીફા અને પ્રવીણ નાનજી બુચિયાને રોકડા રૂા. 10,410 તથા ટોર્ચ કિં. રૂા. 50ના મુદ્દામાલ સહિત નખત્રાણા પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ સામે જુગાર ધારાની કલમો તળે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.