ભચાઉ ખાતે આવેલ ચીરઇ પાસે બાઇક ડીવાઇડરમાં અથડાતાં સર્જાયું અકસ્માત : ચાલકનું મોત

body

copy image

ભચાઉ ખાતે આવેલ જુની મોટી ચીરઇ ઓવર બ્રિજ પર ટ્રકને ઓવરટેક કરી રહેલા બાઇક ચાલકે કાબુ ગુમાવતાં બાઇક ડીવાઇડર સાથે અથડાતાં અકસ્માત સર્જાયું હતું જેમાં ચાલકને  ગંભીર ઇજા પહોચવાના  કારણે મોત નિપજ્યું હતું તો પાછળ સવાર યુવકને ઇજા પહો઼ચી હતી. જે સમગ્ર ઘટના ભચાઉ પોલીસ મથકના ચોપડે નોંધાઇ છે.

મળેલ માહિતી અનુસાર આ ઘટના બાબતે મુળ લગધીરગઢના અને હાલમાં જુની મોટી ચીરઇ શ્રીરામ કાંટા ટ્રાન્સપોર્ટનગરમાં રહેતા ચીરઇ સોલ્ટમાં ટ્રેક્ટર ચલાવવાનું કામ કરતા 22 વર્ષીય મુકેશભાઇ કરશનભાઇ કોલી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.  નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત બુધવારે તેઓ મુળ આંબલિયારાના હાલે જુની ચીરઇ રહેતા દિનેશ મોમાયાભાઇ કોલી અમારા મિત્ર મુકેશભાઇ હીરાભાઇ કોલીનું બાઇક લઇ આંબલિયારાથી ચીરઇ તરફ આવવા રવાના થયા હતા. ત્યારે મધરાત્રે 12:10 ના અરસામાં તેઓ જુની મોટી ચીરઇ ઓવરબ્રિજ પર પહોંચ્યા ત્યારે બાઇક ચલાવી રહેલા દિનેશે સ્પીડમાં ટ્રકને ઓવરટેક કરવા જતાં કાબુ ગુમાવ્યો હતો અને બાઇક ડિવાઇડરમાં અથડાઇ હતી જેના કારણે અકસ્માત સર્જાયું હતું. અકસ્માતમાં દિનેશને ગંભીર ઇજા પહોંચી હતી તેથી પ્રથમ ભચાઉ, ત્યારબાદ ભુજ અને તે પછી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં હતો પરતું સારવાર કારગત નિવડે તે પહેલાં તેણે દમ તોડી દેતા જીવ ગુમાવ્યો હતો.