ભુજના હંગામી આવાસમાંથી ત્રણ જુગાર પ્રેમીઓને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ
copy image
બી-ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, શહેરના હંગામી આવાસ સેક્ટર-4માં એક મકાનના ખુલ્લા આંગણામાં ધણી પાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાઈ રહ્યો છે. મળેલી બાતમીના આધારે શહેરના હંગામી આવાસ સેક્ટર-4માં રહેતા ધીરજ ચંદુભાઇ ઠાકોરનાં મકાનના ખુલ્લા આંગણાંમાં ધાણીપાસા વડે જુગાર રમતા ધીરજ ઉપરાંત રિયાઝ સિધિક ગગડા અને દિનેશ આશાભાઇ જોગી ને કુલ રૂા. 10,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.