માંડવી મરીન પો,સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કૈસ શોધી કાઢતી માંડવી મરીન પોલીસ. તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મીથાલીયા સાહેબ,બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ નાઓની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ, ભુજ નાઓએ દારૂ તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય

જે અન્વયે માંડવી મરીન પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.એસ.સોલંકી સાહેબ તથા ઓપી/બીટ

સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ, ખુમાનસિંહ ખેંગારજી જાડેજા તથા

પો.હેડ.કોન્સ. પ્રધ્યુમનસિંહ સભા જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, ત્રગડી

ગામનો યુવરાજસિંહ વજુભા જાડેજા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઇ આવેલ છે અને તે જથ્થો

તેની ઘરની બાજુમા આવેલ એક ઓરડી ભાડેથી લઇ તેમા રાખેલ છે. અને સદર પ્રોહીનો જથ્થો સગે વગે

કરવાની પેરવીમા છે જેથી મળેલ બાતમી હકીકતની ખરાઈ કરી સદર જગ્યાએ રેઈડ કરતા ભારતીય બનાવટનો

વિદેશી દારૂ તથા બીયરના ટીન અલગ અલગ બ્રાન્ડના મળી આવેલ જે નીચેની વિગતે છે,

  • કબ્જે કરેલ મુદ્દામાલની વિગત –

ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો

(૧) રોયલ ગ્રાન્ડ મોલ્ટ વ્હીસ્કી બોટલ નંગ- ૨૨૦૮ કી.રૂા. ૭,૭૨,૮૦૦/- (૨) ડેનીમ ૩૦ ગ્રીન એપલ વોડકા બોટલ નંગ-૧૩૯૨ કી,રૂ.૪,૮૭,૨૦૦/- (૩) ડેનીમ ૩૦ ઓરેન્જ વોડકા બોટલ નંગ-૧૯૨ કી.રૂ.૬૭,૨૦૦૪,

(૪) રોયલ ગ્રાન્ડ મીલ્ટ વ્હીસ્કી ક્વાટર્સ નંગ -૧૭૬૨/- કી,રૂ.૧,૭૬૨૦૦/-

(૫) અગલ અગલ બ્રાન્ડના બીયરના ટીન નંગ-૪૭૫૨૪ કી.રૂ.૪,૭૫,૨૦૦/-

કુલ પ્રોહી મુદામાલ કિ.રૂ. -૧૯,૭૮,૨૦૦/ રેઈડ દરમ્યાન હાજર નહીં મળી આવેલ આરોપીઓ –

યુવરાજસિંહ વજુભા જાડેજા રહે-ત્રગડી તા-માંડવી કચ્છ

  • કામગીરી કરનાર –

આ કામગીરીમાં ઇ.પી.આઇ. શ્રી આર.એસ.સોલંકી, એ.એસ.આઈ. ખુમાનસિંહ ખેંગારજી, એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. દેવજીભાઇ સામજીભાઇ, પો.હેડ.કોન્સ. બલભદ્રસિંહ ઇન્દ્રસિંહ, પો.હેડ કોન્સ. સુરજભાઇ પ્રવિણભાઇ પો.હેડ.કોન્સ. શક્તિસિં ભગવતસિ‚ પડે, ડેડ કોન્સ, પ્રથમનસિંહ સભા, પો.ડેડ.કોન્સ. દિપકભાઇ જેઠાભાઇ, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ પાંચુભા, પો.કોન્સ., ઉદિતભાઈ સુરેશભાઈ, પો.કોન્સ. ભગીરથસિંહ જયપાલસિંહ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.