ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં ત્રણ જુગાર પ્રેમીઓ ઝડપાયા : બે ફરાર

970736623Jugar

copy image

ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં સ્મશાન નઝીક બાવળની ઝાડીમાં જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ઈમરાન શેરમામદ રાઉમા, રમેશ જેમલભાઈ કોળી, રણમલ રવાભાઈ કોળીની રોકડા રૂા. 12,800, મોબાઈલ ફોન, મોટરસાઈકલ કિં. રૂા. 25 હજાર કુલ રૂા. 40,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ સુભાષ દેશરા કોળી, અકબર અલારખા રાઉમા નાશી છૂટ્યા હતા. પોલીસે ઝડપાયેલ આરોપીઓ સામે જુગાર ધારાની કલમો તળે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.