અંજાર ખાતે આવેલ ભીમાસર પાસે કંપનીના ગોદામમાંથી 2.25 લાખના ટાયરની તસ્કરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

અંજાર ખાતે આવેલ ભીમાસર ચકાસર પાસે આવેલા કંપનીના ગોદામમાંથી તસ્કરો 2.25 લાખની  ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. મળેલ માહિતી અનુસાર ગત તા. 3ના મધરાત્રીના 3 વાગ્યાથી સવારે 6.30 વાગ્યાના અરસામાં ત્રણ કલાકના ગાળામાં આ બનાવ બન્યો હતો. એમ.આર.એફ ટાયરની કંપનીના ગોદામને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. દિવાલ કુદીને અંદર આવેલા તસ્કરે ગોદામની પાછળ આવેલી બારીના સળીયા તોડી ગોદામમાં ગેરકાયદેસર રીતે  પ્રવેશ કર્યો હતે અંદર રાખેલા ટ્રકના 11 નંગ ટાયર, અને બાઈકના 9 ટાયર ચોરી ગયા હતાં. ચોરાઉ મતાની કીમત રૂ. 2.25 લાખ આંકવામાં આવેલ છે. ગોદામના નાઈટ સીકયુરીટી દ્વારા રાત્રીના ત્રણ વાગ્યે ગયા બાદ બીજી વાર રાઉન્ડ માટે પરત સવારે 6.30 વાગ્યે જતા બારી તુટેલી હાલતમાં જણાતા ડીપો સુપરવાઈઝરને જાણ કરી હતી. ટાયરના સ્ટોકની તપાસ કરાતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વૈભવ મધુકર શેંદુનિકરની ફરીયાદના આધારે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.