મુંદ્રા બંદરે અટકાવાયેલા કન્ટેનરમાંથી સોપારીનો જથ્થો મળી આવતા ચકચાર

copy image

ગત દિવસે ડિરોક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા મુન્દ્રા બંદરે અટકાવાયેલા કન્ટેનરોમાંથી સોપારી નો જથ્થો મળેલ હોવાનો મામલો સામે આવ્યો છે. આ બાબરે મિસ ડિકલેરેશન અને ડ્યુટી ચોરીનો હોવાના અહેવાલો સાપડી રહ્યા છે. હાલમાં પણ કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. મળેલ માહિતી અનુસાર વાયા દુબઈ થઈને જેબલ અલી પોર્ટ થી કન્ટેનર જહાજ ગત તારીખ ત્રણ ના મુન્દ્રા બંદરે આવેલ હતું. શંકાના આધારે અમદાવાદ ડી.આર.આઈ ની ટુકડી દ્વારા એકી સાથે છ કન્ટેનરો અટકાવવામાં આવ્યા હતા. આ પૈકી ત્રણ કન્ટેનરો ખાનગી સીઆરપીએસ માં લાવી તપાસ કરવામાં આવેલ હતી. આજે મોડી રાત્રે ખોલવામાં આવેલા કન્ટેનરોમાંથી જેના ઉપર 200 ટકા ડ્યુટી લાદવામાં આવેલી છે એવી સોપારીઓનો જથ્થો નીકળ્યો  હતો.

                        કન્ટેનરમાં પ્લાસ્ટિકના દાણા હોવાનું જાહેર કરવામાં આવેલ હતું પરંતુ સોપારી ઉપર લાદવામાં આવેલી ડ્યુટીને ઓળવી જવા માટે પ્લાસ્ટિકના દાણા ની આડમાં સોપારી ઘુસાડવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર સોપારીનો આ જથ્થો કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સુમિત ઇન્ડિયા પ્રાલી નામના વેરહાઉસ ખાતે  મોકલવાનો હતો. પરંતુ સોપારી નો જથ્થો કંડલા સેઝ માં પહોંચે તે પહેલા જ ડી આર આઈ એ કન્ટેનર ઝડપી પાડી સ્થાનિક બજારમાં સોપારીના જથ્થા ને વેચવાના કાંસા ઉપર પાણી ફેરવી દીધું હતું. કુલ છ માથી ત્રણ કન્ટેનરો હજુ ટર્મિનલ પર પડ્યા છે. 60 ફૂટ લંબાઈના આ મહાકાય કન્ટેનરમાં થી અંદાજે 24 ટન જેટલો સોપારીનો જથ્થો મળ્યો હોવાનું જાણવા મળ્યું હતું હજુ અન્ય બે કન્ટેનરોની તપાસ ચાલુમાં હોઈ તેમાંથી વધુ જથ્થો મળે તેવી સંભાવના જણાઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે કંડલા ઝોનમાં સોપારીકાંડ છેલ્લા કેટલાક સમયથી બહુ ગાજી રહ્યો છે.