અંજાર-મુન્દ્રા ધોરીમાર્ગે ઢાબામાં વીજશોક લાગવાથી 18 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું
copy image
અંજાર-મુન્દ્રા માર્ગ પર આવેલા ઢાબામાં વીજશોક લાગવાથી 18 વર્ષીય યુવાનનું મૃત્યુ થયુ હતું. પ્રાપ્ત વિગતો અનુસાર જાણવા મળ્યું હતું કે અંજાર-મુન્દ્રા ધોરી માર્ગ ઉપરચાંપલા માતાજીના મંદિર સામે આવેલા યુ.પી. બિહાર ઢાબામાં ગત દિવસે 3.30 થી 6 વાગ્યા સુધી અરસામાં કોઈ પ્રકારે ધીરજકુમારને વીજશોક લાગતા તેમને સારવાર માટે અંજાર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા. ત્યાં ફરજ ઉપરના તબીબ ડો.એન.ડી. શર્માએ તેમને મૃત જાહેર કર્યા હતા.