ભંગેરા ગામની સીમ વિસ્તારમાં પૈસા વડે હાર જીતનો જુગાર રમતા ચાર શખ્સને ઝડપી પાડતી આડેસર પોલીસ

jugar

copy image

આડેસર પોલીસ પોલીસ મથકે હાજર હતી તે દરમીયાન તેમને ખાનાગી રાહે બાતમી મળેલ હતી કે, ભંગેરા ગામની સીમ વિસ્તારમાં આવેલ નાથાભાઈ ભલાભાઇ સોલંકીની વાડીમાં  ખુલ્લામાં અમુક ઈશમો પૈસાનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કુલ 22,110ના મુદ્દામાલ સહિત ચાર શખશોની ધરપકડ કરી હતી. આડેસર પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ :

  1. નાથાભાઇ ભલાભાઈ સોલંકી ઉ.વ.70 રહે રાપર
  2. ભલાભાઇ માલાભાઈ પરમાર ઉ.વ.57 રહે રાપર
  3. રામજીભાઇ પુંજાભાઈ ગોહિલ ઉ.વ.54 રહે ભીમાસર
  4. મહાદેવભાઇ ગંગાભાઈ ચૌહાણ ઉ.વ.53 રહે ભીમાસર