મુંદરા-ગાંધીધામ હાઇવે પર ગાંડા બાવળનો સામ્રાજ્ય
copy image
મુંદરા-ગાંધીધામ હાઇવે પર ગાંડા બાવળોએ પોતાનો વિસ્તાર જમાવી લીધો છે. સતત ધમધમતા આ હાઇવે પર બંને બાજુએ ઊગી નીકળેલા ગાંડા બાવળની સફાઇ અત્યંત આવશ્યક બની ગય છે. વરસાદને કારણે બાવળની ડાળીઓ રોડ રસ્તા પર આવી ગઇ છે, જેના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ રસ્તે બે-ત્રણ વળાંકો પર ડાળીઓ વધુ જોખમ ઊભું કરે છે અને સામેથી આવતું વાહન દેખાઈ શકતું નથી. રાત્રે આ સમસ્યા વધી જાય છે. કારણ કે રસ્તો ફોરલેન નથી અને વાહનોની ફુલ લાઇટોમાં આ બાવળ દેખાતા નથી જેથી અકસ્માત સર્જાય છે. વરસાદને કારણે આમેય ડામર રોડની હાલત ખસ્તા થઇ જતી હોય છે ત્યારે આ બાવળોની સમસ્યા વાહનચાલકોમાં પરેશાની ઊભી કરી રહી છે.