શિણાય ગામ નજીક આવેલ ડેમ જોવા ગયેલા કૌટુંબીક ભાઇ-બહેનનું ડૂબી જવાથી મોત નીપજયું

copy image

ગાંધીધામ ખાતે આવેલ શિણાય ગામ નઝીક આવેલ ડેમ જોવા જતાં આદિપુરના કૌટુંબિક ભાઇ-બહેન એવા અક્ષિતાબેન સુરેશ માલીતથા ગૌતમ રમેશ માલીનાં મોત થયાં હતાં. આદિપુરના 2-બી વિસ્તારમાં મકાન નંબર 56માં રહેનાર અક્ષિતા તથા વોર્ડ 4-બી વિસ્તારના મકાન નંબર 53/28માં રહેનાર ગૌતમ માલી અન્ય મિત્રો સાથે સાંજના સમયે  શિણાય ગામે ડેમ જોવા ગયેલ હતા. અન્ય મિત્રો સાથે ગયેલ આ લોકો સેલ્ફી લઇ રહ્યા હતા ત્યાર બાદમાં ત્યાં આવેલ પથ્થર પાસે જતાં પગ લપસતાં અક્ષિતાબેન ડૂબવા લાગ્યા, તેવામાં ગૌતમ પણ પાણીમાં પડી ગયો હતો. આ બંને ઊંડા પાણીમાં ગરક થઈ જતાં બંને ભાઇ-બહેનનાં મોત થયાં હતાં. તરવૈયાઓએ આ બંનેનો મૃતદેહ બહાર કાઢી તેમને રામબાગ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.