ગાંધીધામ ખાતે આવેલ મહેશ્વરીનગર વિસ્તારમાંથી એક મકાનમાથી  અંગ્રેજી શરાબ સાથે શખ્સની ધરપકડ કરાઈ

hathkadi

copy image

ગાંધીધામ ખાતે આવેલ મહેશ્વરીનગર વિસ્તારમાં પોલીસે છાપો મારી એક મકાનમાંથી રૂા. 10,520 ના શરાબ સહિત એક શખ્સને પકડી પાડયો હતો. શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં રહેનાર નવિન ફૂફલ નામનો શખ્સ દારૂ વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અ શખ્સના મકાનમાં છાપો મારી તેમાંથી રોયલ સ્ટેગ ફાઇન રિઝર્વ વ્હિસ્કી 750 એમએલની 11 તથા રોયલ સ્ટેગ સુપેરિયર વ્હિસ્કીની 12 એમ કુલ 23 બોટલ કિંમત રૂા. 10,520નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો તેમજ દારૂ રાખનાર નવિન કરશન ઉર્ફે દેવશી ફૂફલની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સે કયાંથી દારૂ મેળવ્યો હતો, તે પોલીસ  તપાસ દરમ્યાન સામે આવ્યું નથી.