સહકારી મંડળીઓ માટે વિશેષ ઓડિટ કેમ્પનું આયોજન
આથી કચ્છ જિલ્લાની તમામ સહકારી મંડળીઓને જણાવવામાં આવે છે કે, ભારત સરકારશ્રીના
સહકાર મંત્રાલયના પત્ર ક્રમાંક: S14/9/2026-MOC-(126098) તા.૨૭/૦૫/૨૦૨૬ થી સહકાર સપ્તાહ દરમિયાન
ખાસ કાર્યક્રમનું આયોજન કરવાનું થાય છે. જે અન્વયે તા.૦૪/૦૭/૨૦૨૬ ના રોજ કચેરી સમય દરમિયાન “જિલ્લા
રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી, ૨૨૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, ભુજ-કચ્છ” મુકામે વિશેષ ઓડિટ કેમ્પનું
આયોજન કરવામાં આવ્યું છે. જે સહકારી મંડળીઓના તા.૩૧/૦૩/૨૦૨૬ સુધીનું ઓડિટ કરવાનું બાકી હોય, તે
મંડળીના પદાધિકારીઓ/પ્રતિનિધિઓએ નિયત તારીખ-સમય દરમિયાન જરૂરી તમામ દફતરો અને ઓડિટ પત્રકો સાથે
ઉપસ્થિત રહી ઓડિટની કામગીરી પૂર્ણ કરાવી લેવા જણાવવામાં આવે છે.