રાપર તાલુકાનાં રવ ગામના રવરાય ફાર્મ હાઉસ માથી કુલ કી.39,500ના મુદ્દામાલ સહિત પાંચ જુગારપ્રેમીઓ ઝડપાયા

copy image

 પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપર તાલુકાના રવ ગામના રવરાય ફાર્મ હાઉસમાં જુગાર રમાઈ રહ્યો છે. મળેલ પૂર્વ બાતમીના આધારે પોલીસે તે સ્થળે છાપો માર્યો હતો અને રવ ગામના ભરતસિંહ પ્રવીણસિંહ જાડેજા, ડાવરીના રાજુભા ભીમસિંહ સોઢા, શિવભા મોતીસિંહ સોઢા, રૂપભા માનજી સોઢા તથા રાપરના યશપાલસિંહ બળવંતસિંહ જાડેજાને ઝડપી પાડયા હતા. પત્તા ટીંચતા પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 39,500 કબ્જે કરવામાં આવ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.